કોરોના વાયરસની મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે અને પાછલા બે મહિનામાં કાળમુખો વાયરસ દુનિયામાં હજારો લોકોને ભરખી ગયો છે. જે મહામારીને રોકવા માટે તંત્ર દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર આ બે મહત્વના પગલાઓ માટે અત્યારે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે સરકાર દ્વારા જાહેર સ્થળોએ ભેગા થવા પર પ્રતિબંધ મૂકી સંપુર્ણ લોકડાઉનનો અમલ અને સેનેટાઈઝ અંતર્ગત વિવિધ પ્રકારની જાગૃતિ માટે પણ સઘન પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે અને અનેક અસરગ્રસ્ત શહેરોને પણ સેનેટાઈઝ કરવામાં આવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર પંચમહાલ જિલ્લા મધ્યે ગોધરાના એક નાગરિકને કોરોના પોઝિટિવ હોવાનો એકમાત્ર કિસ્સો નોંધાયો છે. એ સિવાય સંક્રમણના કિસ્સામાં કોઈ વધારો જોવા મળ્યો નથી.
કાલોલ તાલુકા ના રાબોળ ગ્રામ પંચાયત સરપંચ દ્વાર સેનેટાઈઝ કરવાનો સરાહનીય નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત સમગ્ર રાબોળ ગામ ને સેનેટાઈઝ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સેનેટાઈઝ કરવાની આ કામગીરીને ગ્રામજનોએ પણ આવકારી સરાહના કરી હતી.