બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
આજ રોજ નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પાણીદાર ગુજરાત બનાવવા માટે વધુ એક કદમ ” નર્મદા નદીમાંથી હજારો કયુસેક પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે રૂા઼.૫૩૦૦ કરોડની ભાડભૂત બેરેજ યોજનાનુ ” માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાહેબના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરવામાં આવ્યો. આ યોજનાથી ભરૂચ શહેર તથા ભરૂચ જિલ્લાના જે તે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે, તે વિસ્તારમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે તથા દરિયાના ખારા પાણીને લીધે ફળદ્રુપ જમીનો ક્ષારયુક્ત બની જતી હતી. તે જમીન હવે ક્ષારયુક્ત બનતી અટકશે. તેનાથી ભરૂચ જિલ્લાના ખેડૂત લોકોને ખૂબ જ મોટો ફાયદો થશે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના માન. મંત્રી ઈશ્વર ભાઈ પટેલ, માન. પ્રદેશ સંગઠન મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચ લોકસભાના માન. સાંસદ મનસુખભાઇ વસાવા, માન.ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, માન. ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી ધર્મેશભાઈ ભટ્ટ, મહામંત્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, માજી. માન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, માજી પ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.