નર્મદા: ટાવલ ગામમાં બિસ્માર થયેલ રોડ પર મોટા મોટા ખાડામાં વૃક્ષારોપણ કરી વિરોધ પ્રદર્શન કરવા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ગામ ટાવલ ના બિસ્માર થયેલ રોડ પર મોટા મોટા ખાડા પડેલ છે તેમાં વૃક્ષો રોપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એ બાબતની જાણકારી આપતું આવેદન સાગબારા મામલતદાર ને આપવામાં આવેલ છે.

જેમાં ગામ ટાવલ ના વતની અને આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ ડૉ. કિરણ વસાવા એ મામલતદાર શ્રી ને જાણ કરેલ છે કે ગામ ના યુવાનો એ ઘણી વાર આંદોલન કરેલ છે અને જાતેજ ખાડાઓ પણ પુરેલ છે. આ મોટા મોટા ખાડાઓ ના લીધે થયેલ કીચડ ને લીધે રોગચાળો થવાની શક્યતાઓ છે.. સાથે ઘણા વાહન ચાલકો પણ લપસી પડે છે અને અકસ્માત થાય છે. ચાલતા લોકોને પણ નીકળવાની તકલીફ પડે છે.માટે તારીખ ૧૦ થી ૧૨ ઓગસ્ટ સુધી ત્રી દિવસીય વૃક્ષારોપણ કાર્યક્રમ કરી મુખ્ય રસ્તાઓ ઉપર જ વૃક્ષો રોપવામાં આવશે. આવનાર સમયે તમામ ગામો ને જોડતા રસ્તાઓ કે જ્યાં મોટા મોટા ખાડાઓ પડેલ છે ત્યાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમો આમ આદમી પાર્ટી વતી કરવામાં આવશે તેવું ડૉ. કિરણ વસાવા-આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા, દ્વારા જણાવવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *