રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં રહી નાકાબંધી કરી કોલુ ગામે નાની કેનાલ નજીક વોચ કરી હીરોહોન્ડા કંપની ની સી.ડી.ડિલક્સ મોટર સાયકલ જેનો રજી.ન વગર ની ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ના (૧) રોયાલબાર પ્રેસ્તીજ વિસ્કીના ૭૫૦ મિલી ના બોટલો નંગ ૪૫ ની કુલ કિંમત ૨૧,૩૭૫ (૨) ગોવા સ્પ્રિત ઓફ સમુથ નેસ વિસ્કી ૭૫૦ મિલી ના નંગ ૧૬ ની કીમત ૭૬૮૦ મળી કુલ બોટલ નંગ ૧૬ ની કીમત ૨૯૦૫૫ તથા ઇંગ્લિશ દારૂ ની હેરાફેરી કરવા માટે ઉપયોગ મા લીધેલ મોટરસાઇકલ હીરોહોન્ડા સી.ડી.ડિલક્સ કાળા કલરની સફેદ પત્તી વાળી જેની આરટીઓ રજીસ્ટર નંબર વગર જેની કીમત રૂ ૪૦,૦૦૦ મળી કુલ રૂ ૬૯,૦૫૫ નો ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો અંધારાનો લાભ લઈને બાઈક પર લઈ જવાતો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને બાઈકચાલક વ્યક્તિ અને પાછળ બેઠેલ બેઠેલ વ્યક્તિ કરાર થઈ ગયેલ હતા નસવાડી પોલીસે આ બન્ને ઈસમોની ધરપકડ ના ચક્રો ગતીમાન કર્યા છે.