રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી તાલુકામાં છેલ્લા ઘણા સમય થી મેઘરાજા લટાર મારીએ જતા હતા ત્યારે આજે ગુરુવાર ની રાત્રી ના ૨:૩૦ કલાકે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને વીજળીના કડકડાટ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને નદીઓ છલકાઈ હતી ત્યારે હવામાન વિભાગ દવારા કાલ થી બે દિવસ આજ રિતે વરસાદ પડશે તેવી આગહી કરેલ છે વરસાદ વરસતા નસવાડી તેમજ તણખલા ની આજુબાજુ ના વિસ્તાર માં વર્તાવરન માં બદલાવ આવ્યો હતો પરંતુ દિવસ દરમ્યાન ગરમી અને ઉકળાટ અનુભવાયો હતો અને પછી રાત્રી ના ૨:૩૦ કલાક ના અરસામાં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો.
નસવાડી તાલુકા મા કુકાવતી,તેમજ તણખલા, વઘાચ,ભાખા,સહિત આખા વિસ્તાર મા જોરદાર વરસાદ વરસતા વાર્તાવરણ માં ઠંડક પ્રસરી ગઇ હતી. આવતી કાલ અને પરમ દિવસે આજરીતે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.વરસાદ વરસતા ખેડૂતો માં ખુશી છવાઈ ગઈ છે.