રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી થી બોડેલી નો ૩૦ કી.મી નો હાઈવે રોડ ની હાલત બિસ્માર થઇ પડી છે. હાઈવે ૫૬ પર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. વાહનચાલકો ખાડા ઉતારવા જતા અકસ્માત સર્જે છે. તેમજ બોડેલી ઓરસંગ નદી ઉપર ના પુલ ની હાલત પણ આવી જ છે. આમ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી થી બોડેલી તરફ નો 30 કિલો મીટરનો હાઈવે માર્ગ સાવ ખખડધજ થઈ ગયો છે.એન.એચ.૫૬ પર વારંવાર અકસ્માત દુર્ઘટનાઓ થયા કરે છે .ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે આ હાઈવે પર રોજિંદા હજારો વાહનો પસાર થાય છે. આ ૩૦ કિલોમીટર નો હાઈવે ખાડાઓથી ભરપૂર છે. તેમજ બોડેલી તરફ જતા મોડાસર ચોકડી પાસેનો રસ્તો સાવ તૂટીને નકામો થઈ ગયો હોય તેમ લાગે છે. એટલા બધા ખાડાઓ છે કે જેની કોઈ વાત ન થાય. વરસાદ થતાં આ ખાડામાં પાણી ભરાઈ જતા નાના વાહન ચાલકો તેમજ બાઇક ચાલકોને તો ઘણી જ મુશ્કેલી થાય છે. ખાડાઓ તારવા જતાં નાના મોટા વાહનો એકબીજા સાથે ભટકાઈ જાય છે અને વારંવાર અકસ્માતો થતા હોવા છતાં તંત્રની આંખો ઉઘડતી ન હોય તેમ લાગી રહ્યું છે. બોડેલી રોડ પર આગળ જતા આ હાઈવે પર ના ઓરસંગ નદી પરના પુલી હાલ તો અતિ દયનીય છે.આ પુલ પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે તેમજ તેની સાઇડ રેલીંગ તુટી ગઈ છે અને પુલ સાવ જર્જરિત થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. શું તંત્ર કોઇ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યું છે..? જેવા સવાલો લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે. આમ આ હાઈવે માર્ગ પ્રત્યેની ઘોર બેદરકારીથી લોકોમાં ફિટકારની લાગણી વ્યાપી રહી છે.