રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોઈકે ઉપયોગમાં લીધેલું માસ્ક આમ રસ્તે રઝડતું જોવા મળે અને એ પણ આરોગ્ય વિભાગની કચેરી સામે જ હોય તો ત્યાંથી પસાર થતા હજારો લોકો માટે જોખમી રાજપીપળા સહિત હાલ નર્મદા જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે કોરોના પોઝીટીવ નો આંક 400 ને પાર કરી ચુક્યો છે કેટલાક વિસ્તારો રેડ જોન માં હતા તે એક દિવસ પહેલાજ ખુલ્લા કર્યા છે ત્યારે રાજપીપળા એસટી ડેપો પાછળ આવેલી મામલતદાર કચેરી ની સામે આવેલી નાંદોદ બ્લોક હેલ્થ કચેરીના ગેટની સામે રસ્તા પર પડેલું માસ્ક અનેક સવાલો ઉભા કરે છે.
નાંદોદ બ્લોક હેલ્થ કચેરી ની બહાર ડેપો તરફ જતા માર્ગ પર કોઈકે નાખેલું માસ્ક જોખમી કહી શકાય ત્યા હાલ કોરોના ના વધતા કેસો અને કોરોના ના હાઉ વચ્ચે રસ્તે રઝડતું માસ્ક કોણે નાખ્યું હશે તે સવાલ નો જવાબ કદાચ કોઈ પાસે નહિ મળે પરંતુ આવી બેદરકારી ગંભીર અને જોખમી કહી શકાય તેમ છે, ત્યાંથી આવતા જતા હજારો લોકોના સ્વાથ્ય માટે આ બાબત જોખમી કહી શકાય. રાજપીપળા શહેર ના કેટલાક રેડ ઝોન વિસ્તારો નિયમ મુજબ ખુલ્લા કરાયા હોય હજુ અમુક વિસ્તારો માં કોરોના પોઝીટીવ કેસ પણ હશે ત્યારે અત્યંત જરૂરી તેવું માસ્ક આમ જાહેર માર્ગ ઉપર પડેલું જોવા મળે તે ખૂબ ગંભીર બાબત છે. ત્યાં સફાઈ કરતા કર્મચારીઓ કે ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે આ બાબત ગંભીર હોય એ તરફ લાગેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ જોઈ માસ્ક નાંખનાર કે ભુલ માં પડી ગયા બાદ પણ તેને યોગ્ય જગ્યા એ ન મૂકી માર્ગ ઉપર લોકો માટે ખતરો ઉભો કરનારા તત્વો સામે પગલાં લેવાય તે જરૂરી છે.