મોરબી: હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેણાંક મકાનમાં વીજળી ત્રાટકતા મકાનના કઠોળો અને પતરા તુટ્યા.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગતરોજ રાત્રે કડાકા-ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે વરસાદનું આગમન થયું હતું ત્યારે વીજળી ચમકારા થઇ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના નવા ઘનશ્યામ ગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા લાભુભાઈ ગોકુળભાઈ પટેલ ના બીજા માળે વીજળી ત્રાટકતા બીજા માળે મકાન ની ટાઇલ્સ અને કઠોળા પર ત્રાટકતા કઠોળો તૂટી ગયો હતો અને પતરા પણ તૂટી ગયા હતા.આમ વીજળી ત્રાટકવાથી ઘરનો વીજ ઉપકરણો ફ્રીજ ,ટીવી બળી ગયા હતા. તેમજ આજુબાજુના ૮ મકાનોના વીજ ઉપકરણો બળી ગયા હતા વીજળી ત્રાટકતા લોકોઓ ભયભીત થઈ ગયા હતા ઘરની બહાર દોડી આવ્યા હતા સદ્નનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી અને તમામ પરિવારનો આબાદ બચાવ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *