જૂનાગઢ: કેશોદમાં જન અધિકાર મંચના હોદ્દેદારોએ ડે.કલેકટરને આવેદનપત્ર આપ્યું.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

ઘેડ પંથકમાં પસાર થતી નદિઓ પહોળી કરવા સરકાર દ્વારા ગ્રાંટ ફાળવવામાં આવે તેવી માંગણી સાથે ડે. કલેકટરને આવેદનપત્ર આપી ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ખુબ જ પાણીની આવક થાયછે જેથી ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયછે જેમાં પંચાળા બાલાગામ ઓસા ફુલરામા ભાથરોટ હંટરપુર લાંગડ સરમા સામરડા બગસરા સુત્રેજ સાંઢા ઈન્દ્રાણા પાદરડી મેખડી ખીરસરા સરસાલી થલી પાતા મંડેર સહીતના પોરબંદર તથા જુનાગઢ જીલ્લાનાં ઘેડ પંથકના ગામડાઓમાં પાણી ફરી ફરી વળેછે જેના પરિણામે ઘેડ પંથકનો મોટો ભાગ બેટમાં ફેરવાઈ જાયછે અને ખેડુતોના ખેતરોનો અમુલ્ય સેંકડો ટન કાપ સમુદ્રમાં વહી જાયછે જેથી ખેડુતો આર્થિક પછાત થતા જાયછે જેથી ઘેડ પંથકને અતિવૃષ્ટિ અને દુષ્કાળ જેવી સ્થિતિમાંથી બચાવવા માટે ઘેડપંથકમાં દર વર્ષે કુદરતી પુર હોનારતની સમસ્યાના નિવારણ માટે ઘેડ-વિસ્તાર માંથી વહેતી નદીઓ ઓઝત,મધવંતી,ઓઝત,વેધલી, સ્ટેટકટ,સુરજવેણ વગેરે નદીઓ ઉપરવાસમાં ૧૫૦ મીટર જેટલી પહોળાઈ છે. જે ઘેડ પંથકમાં આવતા માત્ર ૫૦ થી ૬૦ ફુટની થઈ જાય છે જેના કારણે દર વર્ષે નદીના પાળા તુટવાના બનાવો બને છે જેથી ખેતરોમાં લાંબો સમય પાણી ભરાયેલું રહેતાં ખેડુતોની ખેત પેદાશો પણ નિષ્ફળ થાયછે જેથી ઘેડ પંથકના પસાર થતી નદિઓ કુદરતી ક્ષેત્રફળ મુજબ કરી પાણીનો નિકાલ કરવા અને નિરાકરણ માટે સરકાર દ્વારા ગ્રાંટ ફાળવવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાત જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામના માર્ગદર્શન હેઠળ જન અધિકાર મંચ કેશોદ પ્રમુખ રાજુભાઈ મોકરિયા ઉપ પ્રમુખ રમેશ કાંબલીયા જુનાગઢ જીલ્લા ઉપ પ્રમુખ જયેશ સોલંકી કર્મચારી સમીતી સૌરાષ્ટ્ર ઝોન સહ કન્વીનર રમેશભાઈ નંદાણીયા સોશિયલ મીડિયા કન્વીનર ગોવિંદ કેશવાળા સહીતના જન અધિકાર મંચના હોદ્દેદારોએ કેશોદ ડે. કલેકટર આવેદનપત્ર આપવામા આવ્યું હતું સાથે ધારાસભ્ય દેવાભાઈ માલમને પણ લેખિતમાં રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *