બાકોર પોલીસસ્ટેશનના પી એસ આઈ પી.આર.કરેણ આ કોરોના વાયરસની મહામારી માં બીજી સરાહનીય કામગીરી સામે આવી છે મગજ થી અસ્થિર ને કોઈને કહ્યા વગર ઘરે થી નીકળી ગયેલ મહિલા ને પોતાના ઘરે મોકલી આપી હતી.
વધુમાં બાકોર પોલીસ સ્ટેશન ના પી એસ આઈ પી આર કરેણ લોકડાઉન દરમ્યાન રાઉન્ડ માં હતા. ત્યારે તેમની નજર એક 42વર્ષીય મહિલા પર પડતા તેમણે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ પ્રજાપતિ અને કપિલભાઈ ને જવાબદારી સોંપી હતી. ને હાર્દિક પંચાલ કે જેઓ ની છાપ એક સમાજ સેવક તરીકે ની છે ને જેઓ અગાઉ પણ 30 જેટલી મહિલાની મદદે દોડી આવ્યા છે ને જેઓને ઘરે પોહ્ચાડવામાં નારી ગૃહે પોંહચાડવા હંમેશા પોલીસની કામગીરી માં મદદ કરતા જોવા મળ્યા છે તેઓ પણ સ્થળ પર પોહચી ગયા હતા ને પછી 181 મહિલા અભિયામ ટીમ ને જાણ કરતા 181 ની ટીમ ઘટના સ્થળે આવી પોહંચી હતી ને કાઉન્સેલર મનીષાબેન દ્ધારા મહિલાની પૂછપરછ કરતા કાંઈ બોલી શકતા નોહ્તા જેથી તેઓને નજીકના પોલીસસ્ટેશન બાકોર ખાતે લઇ જવામાં આવ્યા જ્યાં ફરજ પરના હાજર પી એસ આઈ દ્ધારા આજુબાજુ ના ગામોમાં તપાસ કરાવડાવતાં આ મહિલા મગજથી અસ્થિર હોવાનું માલુમ પડેલ ને બે દિવસથી ઘરેથી કોઈને કહ્યા વગર ઘરે થી નીકળી ગયેલ ને આ મહિલા ખાનપુર તાલુકાની જ હોવાનું માલુમ પડતા 181 ની અભિયમ ટીમ ને સલાહ સૂચન આપી લોકડાઉન ની આ પરિસ્થિતિમાં મહિલા ને પોતાના વાલી વારસો ને સોંપવામાં આવી હતી.