રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે ગત રોજ સંસ્કૃત સપ્તાહોત્સવનું સમાપન કરવામાં આવ્યું. ૩૧/૦૭/૨૦૨૦થી સાત દિવસ સુધી આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં વિવિધ પ્રકારના ઓનલાઇન કાર્યક્રમો યોજાયા હતા. આરંભમાં અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડો. લલિતકુમાર પટેલે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સમાપન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રએ ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓના નામ જાહેર કરી તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. સમગ્ર સપ્તાહનો અહેવાલ ડો. દીપેશ કતિરાએ આપ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ૩ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આચાર્ય ડો.નરેન્દ્રકુમાર પંડ્યા દ્વારા આભારવિધિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિત્યાનંદ ઓઝાએ કર્યું હતું.