અમરેલી: બાબરાના પ્રેસ પ્રતિનિધિ દિપક કનૈયાની ઓફીસની મુલાકાતે સુરત મહાનગરપાલિકા કોરપોરેટર નિલેશભાઈ કુંભાણી આવ્યા.

Amreli
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા

ધારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ટીકીટ આપે તો લડીશ ચુંટણી નિલેષ કુંભાણી

આજ રોજ બાબરા પ્રેસ પ્રતિનિધિ ચીફ દિપક કનૈયા ની શ્યામ રોડલાઇન્સ ની ઓફીસ ની શુભેચ્છા મુલાકાતે રાજુલા ખાંભા વિસ્તાર ના અગ્રણી અને સુરત મહાનગર પાલિકા કોરપોરેટર પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી નિલેષભાઇ કુંભાણી અને સુરત શહેર કોગ્રેસ ના મહામંત્રી જયેશભાઇ ગજેરા પ્રદીપ સાકરીયા બાબરા તાલુકા કોગ્રેસ ના અગ્રણી વિવેકભાઇ સાકરીયા રજનીભાઇ સાકરીયા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી નિલેષભાઇ કુંભાણી એ જણાવ્યું કે ધારી વિધાનસભાની ચૂંટણી મા ખાંભા વિસ્તાર મારો જુનો વિસ્તાર છે બગસરા ધારી પણ મારો વિસ્તાર છે બગસરા ધારી ખાંભા વિસ્તાર ના મારો સ્નેહીજનો સુરત ખાતે સતત મારા સંપર્કમાં છે હું પણ સતત આ વિસ્તારમાં પ્રવાસ કરી ચુક્યો છું લોકોની સમસ્યાઓ આ અંગે જાણકારી મેળવી છે જો મને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે તો હું ધારી વિધાનસભાની ચૂંટણી લડવા તૈયાર છું ધારી ની સીટ કોગ્રેસ ની છે અને ફરીથી કોગ્રેસ નેજ આવશે સીટ બોક્સ જો મારી ઉપર વિશ્વાસ મૂકીએ તો હું પક્ષનો વિશ્વાસ ઉઠતો નહીં દઉ અને આ સીટ પર ફરી કોંગ્રેસનો વિજય થયો છે તેમ નિલેષભાઇ કુંભાણી એ શુભેચ્છા મુલાકાતમા ચાય પે ચર્ચામાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *