રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા તેમજ સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાની હેઠળ સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ માં અમરસિંહ લાલાજી ઠાકોર ની પ્રમુખ પદે વરણી કરવામાં આવી સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા એ પોતાની જવાબદારીઓ માંથી મુક્ત થવા તેમજ નવનિર્મિત પ્રમુખ ને સાથ સહકાર આપી સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ વધુ મજબૂત થાય તેવો પત્ર પ્રદેશ પ્રમુખ ને રજુ કર્યો હતો પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા ના હસ્તે નવ નિર્મિત પ્રમુખ ની વરણી કરવામાં આવી તેમના તેમજ ધારાસભ્ય ના જણાવ્યા મુજબ હર્ષદભાઈ પાધ્યા ને આગામી ચૂંટણી માં જિલ્લા કક્ષાએ મહત્વની જવાબદારી આપવામાં આવશે અને આગામી નગરપાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત થાય તે રીતે કર્યો કરવા સૂચન આપેલ જેમાં દશરથભાઈ પટેલ, ઇબ્રાહીમભાઇ ચારોલીયા, હર્ષદભાઈ પાધ્યા, બિપીનભાઈ દવે, રૂપસંગજી ઠાકોર, દીપકભાઈ બારોટ તેમજ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો તેમજ દરેક સમાજ ના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.