રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આજે અયોધ્યા ખાતે દેશના વડાપ્રધાન ના હસ્તે ભવ્ય રામમંદિર નું શિલાન્યાસ કરવામાં આવ્યું જેની સમગ્ર દેશમાં રામ ભક્તો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી ત્યારે રાજપીપળા માં આજરોજ રામજી મંદિર,સફેદ ટાવર અને રાજપીપળા માં લુહરચલ રણમુક્તેશ્વર યુવક મંડળ ધ્વારા અયોધ્યા રામ જન્મભૂમિ ના દિવસે રંગોડી, મંદિર સજાવી અને ફાટકડા ફોડી ને રામ મંદિર ભૂમિ પૂજન નો દિવા ઓ કરીને દિવાળી જેવો ઉજાવીયો નરેન્દ્ર મોદી મંચ ના નર્મદા જિલ્લા ના અધ્યક્ષ મુરલીભાઈ મિશ્રા દ્વારા દીપ પ્રગટયા કર્યા હતા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શ્રી રામજી નું પૂજન આરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જ્યારે ભારતમાં શ્રી રામ જન્મભૂમિ શિલાન્યાસ આજ ના દિવસે થયો ત્યારે સમગ્ર ભારતના હિન્દુઓમાં ખુશીની લહેર છલકાઈ ઉઠી હતી જેથી રામજી ની પૂજા કરી અયોધ્યા ન જઈ શકતા વ્યક્તિઓ એ સમગ્ર ભારતમાં શ્રી રામની પૂજા કરી ને પોતે અયોધ્યામાં ઉપસ્થિત છે એવી લાગણી સાથે સંગઠન દ્વારા શ્રી રામજીની પૂજા-અર્ચના કરી મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે તે સમયે સમગ્ર હિન્દુઓમાં ઉષા અને ઉત્સવ ની લાગણી જોવા મળી છે ત્યારે આ લાગણીને તેઓએ દરેક વ્યક્તિઓને મોઢું મીઠું કરાવી વ્યક્ત કરી હતી.