રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા પંથકમાં વીજશોકથી ૨ વ્યક્તિ મોતને ભેટીધારેશ્વરના યુવાનનું પણ વિજશોકથી મોત
અમરેલીના જિલ્લાના રાજુલામાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત.. રાજુલા ગ્રામ્ય અને તાલુકાના રાજુલાના આજુબાજુના ગામોમાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત.. રાજુલાના વાવેરા. દિપડીયા. ધારેશ્ચર દેવકા, કુંભારીયા, ડુંગર ,મંડળ વિક્ટર ,કડીયાળી, હિંડોરણા છતડીયા માંડરડી, જુની માંડરડીમાં ધોધમાર વરસાદ. વરસાદ આવતા ખેડૂતોમાં એક તરફ ખુશી તો બીજી તરફ ખેડૂતોમાં સિંતાં વધી… એસે વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કુંભારિયાના સ્થાનિક નદીમાં આવક થઈ અને રાજુલાનાં ધાતરવડી એક અને ધાતરવડી ડેમ ઓવરફ્લો તો ખંભાનો રાયડી ડેમ પણ ઓવરફ્લો થયો છે.