રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ફાયર ફાઈટરની ટીમ સાથે રાધનપુરના નાયબ કલેકટર સાહેબએ મુલાકાત લઈ ફાયર ના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું અને કોરોના વાયરસના દર્દીઓના વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું જેમાં રાધનપુર નાયબ કલેકટર દલપત ભાઈ ટાંક અને તાલુકા હેલ્થ ઓફિસર ઠક્કર સાહેબ અને રાધનપુર નગરપાલિકાનો ફાયર ફાઈટરનો સ્ટાફ મળી ને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે આવેલ કોવિડ-૧૯ ના ફાયરના સાધનોની ચેકીંગ કરી રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ના સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અમદાવાદ ખાતે આગની ઘટના બાદ તંત્ર દ્વારા રાધનપુર ખાતે આવેલ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી.