રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
જુના માલકનેશ ગામે તાજેતરમાં શરુ થયેલ બ્લૉક પેવર કામમાં સરપંચ દ્વારા થઈ રહેલ કામમાં મોટા પાયે કૌભાંડ ખુલ્લું પડ્યા બાદ એસ્ટીમેન્ટ વિરુધ્ધ કામ થઈ રહેલ હોવાથી ગામલોકો દ્વારા ખાંભા તાલુકા વિકાસ અધિકારી ભાવસાર અને એન્જીનીયર કુલદીપ મકવાણા સાથે રાખી તપાસ કરાવતા મોટુ કૌભાંડ પકડાયું હતું બ્લોકની નીચે કાંકરી કે કપસી વિના જ બ્લૉક ફીટ કરી દેવામાં આવ્યા હતા.તપાસ કરી પંચ રોજકામ કરવામાં આવ્યું હતું અને આ બ્લોક ફરી વાર ખોલી નીચે એસ્ટીમેન્ટ મુજબ કાંકરી અને કપચી નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે આ સમગ્ર કૌંભાંડ ખાંભા તાલુકાના બાંધકામ શાખા ના કર્મચારીઓ ની મીઠી નજરહેઠળ થયું હતું આવા કૌભાડ અનેક ગામોમાં થઈ ગયા છે અને હાલ ચાલુ છે તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડ ખુલે તેમ છે.