રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ખરીદી અર્થે નીકળેલા શહેરીજનોને વ્યાપારીઓ દ્વારા ચોકલેટ નું વિતરણ પ્રસાદી રૂપે કરવામાં આવ્યું.શહેરના ખડપીઠ વિસ્તારમાં વેપારી આગેવાન તથા ભાજપ કાર્યકર તથા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઉપપ્રમુખ સાથે મળી ભગવાન રામચંદ્ર ની છબી સામે પેંડા ની પ્રસાદી રાખી સોશિયલ ડિસ્ટન્સ રાખી સરકારના નિયમોને ધ્યાનમાં રાખી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.વેપારીઓએ પોતાના દુકાન ના બેનર ઉપર સનાતન ધર્મની ધજા લહેરાવી હતી સરકારના નિયમોને ધ્યાનમાં લેતા ફટાકડા ફોડવામાં આવેલ નથી સાદાઈ પૂર્વક મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી.