રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ મંદિર ના નિર્માણ અને શિલાન્યાસ ગતરોજ તારીખ ૫ ઓગસ્ટ ના દિવસે ખાતમુહૂર્ત નું ભવ્ય આયોજન થયું છે ત્યારે આ ઐતિહાસિક કરવામાં આવી હતી અને માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં પણ ભવ્યાતિભવ્ય રામ મંદિરના ભૂમિપૂજન ની ૫૦૦ વર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ એવી અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થ મા પણ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શ્રી રામ ચંદ્ર ભગવાન ની પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ દિવાળી પર્વ જેમ ભારે ઉત્સાહ પૂર્વક ની લાગણી વ્યક્ત કરી અને ઉજવણી કરવામાં આવી હતી.
સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે રામ જન્મભૂમિ ખાતમુહૂર્ત પ્રસંગે રામ મંદિરમાં ધ્વજારોહણ રામ મંદિરમાં આરતી કરે અને ગામમાં ઘરે ઘરે દિપ પ્રાગટ્યનો પોગ્રામ કરેલો આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ રામભાઈ વાઢેર તથા સરવણભાઈ વાઢેર મેરૂભાઈ વાળા પુંજાભાઈ ભોળા બટુક બાપુ રામ મંદિરના પૂજારી ભગવાન ભાઈ સોલંકી અતુલ ભાઇ વાઢેર ગામના ભક્તગણ ગામના મોટાભાગના ભક્તોએ હાજરી આપેલી અને અને ગતરોજ રાત્રીના ગામમાં દરેક ઘરે દીપ પ્રાગટ્ય થાય તેઓએ નક્કી કર્યું હતું. તેવૂ ગીર સોમનાથ જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ રામભાઈ વાઢેર એક યાદીમાં જણાવ્યું હતું.
હિન્દુ યુવા સંગઠન સુત્રાપાડા નાં કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઊજવણી કરવામાં આવી.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી ની જન્મભૂમિ અયોધ્યા નગરીમાં મંદિર ભુમી પુજન અને શિલાન્યાસ નાં પાવન અવસર પર હિન્દુ યુવા સંગઠન સુત્રાપાડા નાં કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઊજવણી કરવામાં આવી.