લોક ડાઉન દરમ્યાન કાલોલ નગર માં પ્રતિબંધિત વસ્તુ ઑ નું વેપાર કરતા ઈસમ ની અટકાયત બીડી-સિગરેટ,ગુટકા નો રૂ.૭,૧૬,૨૩૦ નો જંગી જથ્થો ઝડપ્યો.

Kalol Latest Madhya Gujarat

હાલમાં વિશ્વભર માં ચાલી રહેલા કોરોના વાયરસના સંક્રમણ ના અન્વયે સમગ્ર ગુજરાત રાજયમાં લોક-ડાઉનમાં કરવામાં આવેલ છે જે કોરોના વાયરસના વધતા જતા વ્યાપને અટકાવવા કોઇ પણ જગ્યાએ ચાર કે તેથી વધુ વ્યક્તિ એ એક સાથે એકઠા નહી થવા તેમજ પાન પડીકી, માવા, તમાકુ, ગુટખા, સીગારેટ, બીડી, તથા તમાકુની બનાવટોના વેચાણ પર પંચમહાલ જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવા માં આવ્યુ છે .

કાલોલ પો.સ્ટ્ટે.ના પો.સ.ઇ.શ્રી એલ.એ.પરમાર તથા પો.સ.ઇ કે.એચ.કારેણા તથા સ્ટ્ટાફના માણસો પેટ્રોલીંગ માં ખાનગી માહીતી મળેલ કે કાલોલ ગાંધી ફળીયા પરવડી બજાર માં રાજેશકુમાર રજનીકાન્ત પારેખ નાઓ તેના ઘરમાં હોલસેલ દુકાન ચલાવેછે અને દુકાનમાં પાન પડીકી, તમાકુ, ગુટખા, સીગારેટ, બીડી, વગેરેનુ છુટક તથા જાતથબંધ વેચાણ કરે છે તેવી માહીતી આધારે ઉપરોકત ઇસમના ઘરે તપાસ કરતા રાજેશકુમાર રજનીકાન્ત પારેખ પોતાના ઘરમાં બનાવેલ દુકાનમાં પાન પડીકી, તમાકુ, ગુટખા, બીડી, વગેરે ચીજ વસ્ટ્તુઓનુ વેચાણ કરતો હોય જેથી ઇસમના ઘરમાંથી પાન પડીકી, તમાકુ, ગુટખા, બીડી, વગેરેચીજ વસ્ટ્તઓુ નો જથ્થો મળી કુલ રૂ.૭,૧૬,૨૩૦ જીવનજરૂરી ચીજવસ્તુઓ ના વેચાણ કેન્દ્રો ને જ મંજૂરી આપવામાં આવી છે પણ પડીકી ગુટકા ને ખાવા માટે આવા વ્યસનીઓ પોતાના વ્યસન સંતોષવા માટે આ લોકડાઉન નું ઉલંગણ પણ કતરા થઈ જાય છે અને પરિણામે વેપારીઓ તેમની પાસે થી વધારે કિંમતો વસુલતા હોવાનું બહાર આવ્યું છે.

બાતમી ને આધારે શનિવારે સવારે કાલોલ ના પી.એસ. આઈ કે.એચ.કારેણા અને ટાઉનબીટ એ.એસ.આઈ ચંદનસિંહ તથા સ્ટાફ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા ખૂબ મોટો જથ્થો મળી આવેલ . પ્રતિબંધિત તમાકુ આધારિત પાનમસાલા(ગુટકા), વિવિધ બ્રાન્ડની સિગારેટ, તમાકુના ડબ્બા મળી કુલ ૭,૧૬,૨૩૦ રુપિયાનો જથ્થાબંધ સ્ટોક મળી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *