રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના લાવાકોઈ, રતનપુરા, ફૂલવાડી જેવા છ ગામના યુવાનો ,બાળકો,વડીલો અયોધ્યામાં થઈ રહેલા રામ મંદિરના ભૂમિપૂજનની ખુશીમાં જયશ્રીરામ નારા સાથે ઉત્સાહ યાત્રા કાઢવામાં આવી હતી. હિન્દુ ધર્મના આસ્થા સાથે સંકળાયેલો,પ્રભુ શ્રીરામનો અયોધ્યામાં ભવ્યથી ભવ્ય મંદિર બને એવું સાધુ ,સંતોને પ્રભુ શ્રીરામ ના ભક્તો, તથા રામ મંદિર બનાવવા માટે ના આંદોલન કરનાર ,જે લોકો બલિદાન આપ્યા હતા તેવા બધાજ લોકોની આતુરતાનો અંત આવ્યો વર્ષોથી ચાલી રહેલા રામ મંદિરના વિવાદનો ચુકાદો આવ્યા બાદ ગતરોજ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. જેની ખુશીમાં ગામના લોકોએ લાવોકોઈ થી ફૂલવાડીના હનુમાન મંદિર સુધીની ઉત્સાહ યાત્રા કાઢી ઉત્સાહ સાથે ,જયશ્રીરામ ના નારા લગાવ્યા હતા. રેલી પૂર્ણ થયા બાદ ફૂલવાડીના હનુમાન મંદિરમાં હનુમાન દાદાની આરતી અને હનુમાન ચાલીસા પાઠ કર્યો હતો.