રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામે આજરોજ સવારે ૧૪ જેટલી એમ.જી.વી.સી.એલ ની વિજિલન્સ ઈ ટીમ દ્વારા વીજ ચોરી કરતા સાત ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જુઓ ની અંદાજી એસ્ટીમેટ એમાઉન્ટ ૨૭ લાખ ઉપરાંત ની વીજ ચોરી નો આંકડો આકવામાં આવેલો છે. આટલી મોટી વીજચોરી તાલુકા માં પ્રથમ વખત ઝડપાઈ હોવાનું બહાર આવ્યું છે. વીજ ચોરી ઝડપાતા તાલુકામાં હડકંપ મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના તણખલા ગામે આજરોજ સવારે ૧૪ જેટલી એમ.જી.વી.સી.એલ ની વિજિલન્સની ટીમ ગાડીઓ આવી પહોંચી હતી અને ઘરે ઘરે શંકાસ્પદ મીટરો ને તપાસ્યા હતા. જેમાંથી ૨૯ જેટલા શંકાસ્પદ મિટરો સીલ કર્યા હતા.અને સાત વીજ ચોરી સીધી રીતે ડાયરેક્ટ કરતા વીજ ચોર ઝડપાયા હતા. જેમાં એક ઘંટીવાળો સામેલ છે. જેમાં દશરથ મુરલીધર જયસ્વાલ જેઓ ની ઘંટી માં ૧૦ હોર્સપાવર ના બદલે ૧૫ હોર્સપાવર ડાયરેક્ટ વાપરતાં વીજચોરીમાં પકડાયા હતા. જેમાં આ સાત વીજચોર ૧, મેમણ મહંમદ સોહેલ મહંમદ હનીફ, ૨, મેમણ સોહિલભાઈ ઈસ્માઈલ ૩, મેમણ ઇશાકભાઇ એમદભાઈ. ૪, મેમણ મરિયમ ઇબ્રાહીમભાઇ..૫, મેમણ યુનુસઅબ્બાસ ગનિ..૬, મેમણ મરિયમ બેન એ લતીફ..૭, જયસ્વાલ દશરથ મુરલીધર. આ તમામ વિજ ચોરી કરતાં ઝડપાયા તેઓ પાસેથી કુલ ૨૭ લાખ થી વધુ રૂપિયા વસુલવામાં આવશે તેઓ વીજ કંપની તરફથી જાણવા મળેલ છે. જેમાં ફક્ત ઘંટીવાળા જયસ્વાલ દશરથ ભાઈ મુરલીધર ના જ ૨૨ લાખ થી વધુની વીજ ચોરી આકવામાં આવેલી છે. આમ તણખલા ગામે થી આટલી મોટી વીજ ચોરીનો પર્દાફાસ થયા હોવાનું બહાર આવ્યું છે.