રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવનાર છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા મહિલાઓમાં જાગૃતિ વધે તે હેતુથી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે કાર્યક્રમના અનુસંધાને તા.૫ ઓગષ્ટના રોજ મહિલા આરોગ્ય દિવસ, તા.૬ ઓગષ્ટના રોજ મહિલા કૃષિ દિવસ, તા.૭ ઓગષ્ટના રોજ મહિલા શિક્ષણ દિવસ, તા.૮ ઓગષ્ટના રોજ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, તા.૯ ઓગષ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ, તા.૧૦ ઓગષ્ટના રોજ મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, તા.૧૧ ઓગષ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા.૧૨ ઓગષ્ટના રોજ મહિલા કાનૂની જાગૃતિ દિવસ, તા.૧૩ ઓગષ્ટના રોજ શ્રમજીવી મહિલા દિવસ અને તા.૧૪ ઓગષ્ટના રોજ મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસની ઉજવણી કરવામા આવનાર છે. સરકારશ્રી દ્વારા બહાર પાડવામા આવેલ કોવિડ-૧૯ અંતર્ગતની માર્ગદર્શીકાની તમામ સુચનાઓનુ પાલન થાય તે રીતે ઉજવણી કરવામા આવશે.