રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લામા ખેતીવિષયક વીજ જોડાણના સમયમાં પરિવર્તન થયું છે. પહેલા દિવસે તથા રાત્રીના સમયે માત્ર ૮ કલાક જ લાઈટ આપવામાં આવતું હતું પરંતુ મહીસાગર જિલ્લામા ખેતી માટે પૂરતો વરસાદ ન થયો હોય તેથી સાંસદ સભ્ય, ધારાસભ્ય ,તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જય પ્રકાશ પટેલ તેવો ના દ્વારા મંત્રી સૌરભભાઈ ને રજુઆત કરતા આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખેડૂતોને વધુ સમય લાઈટ મળી રહે અને પોતાના પાકનું જતન કરી શકે અને તેવા હેતુથી કરવામાં આવેલી રજૂઆતની અસર વર્તાઈ જેના કારણે સમય બદલીને ૮ કલાક ના સ્થાને ૧૦ કલાક કરવામાં આવ્યો છે.
આવતી કાલથી ફેરફાર થનારા આ સમયમાં પહેલા ૮ ના સ્થાને ૧૦ કલાક લાઈટ આપવામાં આવશે એવું જાહેર થતાં સમગ્ર પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. જગતનો તાત જ્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે ત્યારે સરકાર દ્વારા આ જિલ્લાને કરવામાં આવેલી જાહેરાત આશીર્વાદરૂપ સાબિત થઈ શકે એમ છે.
મહીસાગર જિલ્લામાં ઓછા વરસાદના કારણે જગતનો તાત મુશ્કેલીઓ સમાનો કરી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહીસાગર જિલ્લાના ખેડૂતોને એગ્રિકલચર માટે લાઇટનો સમય ૮ થી વધારીને ૧૦ કલાક કરીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે.-રતનસિંહ રાઠોડ સંસદ સભ્ય,પંચમહાલ.