રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા તાલુકા નાં કરીયાણા ગામે તળાવ માં સૌની યોજનાં અંતર્ગત નર્મદાના પાણીનું આગમન થતા ગ્રામજનોમાં હરખની હેલી આવી હતી. કરીયાણા ડેમનાં પાણી માંથી કરીયાણા,દરેડ અને ખાખરીયાનાં ખેડુતોની હજારો એકર જમીનને સિંચાઈનું પાણી મળે છે. કરીયાણા અને બાબરા ગામને પણ પીવાનું પાણી પુરુ પાડે છે.
આથી કરીયાણા ગામ ના આગેવાનો એ ભા.જં.પ અગ્રણી ભૂપેન્દ્રભાઈ બસીયા, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ વિરોજા ની હાજરી મા મા નર્મદા ના નીર ને શ્રીફળ, ફુલ, ચોખા અને દિપ પ્રગટાવી વધાવ્યા હતા.આ પ્રસંગે બચુભાઈ ખાચર, સરપંચ ભરતભાઈ સાકરીયા, શીવરાજભાઈ ખાચર, મુનાભાઈ ખાચર, વીરજીભાઈ ડાભી, દિલીપભાઈ ધાધલ, ભુપતભાઈ ખાચર, જીણાભાઈ મેટાળીયા, માત્રાભાઈ ભરવાડ, વાઘાભાઈ ઝાપડીયા, લાલાભાઈ ભરવાડ, બીજલભાઈ ઝાપડીયા, ગોબરભાઈ મીઠાપરા,ગુણાભાઈ ઝાપડીયા, ભુપતભાઈ ઝાપડીયા વિગેરે હાજર રહ્યા હતા.