પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન વારાહી દ્વારા ‘ધ સક્સેશ સ્ટોરી ઓફ સાંતલપુર નામના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

આ કાર્યક્રમમાં સાંતલપુર તાલુકાના સફળ શિક્ષકોની સફળતાની કહાની એમના જ મુખેથી સોભળવા ના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સાંતલપુર તાલુકાના ઉત્કૃષ્ઠ શિક્ષકોઓને પડેલ મુશ્કેલીઓ,તેમના અવનવા વિચારો,શાળાના વિકાસમાં તેમની ભાગીદારી બાળકોની પ્રગતિ અને તેમને પ્રોત્સાહિત કરવા તેમને કરેલા પ્રયત્નો અને તેમની શાળા વિશેની વાત રજૂ કરી હતી.આ કાર્યક્રમ થી તાલુકાના શિક્ષકોનો ઉત્સાહ વધશે અને અન્ય શિક્ષકો પણ પ્રેરણા લેશે.આ કાર્યક્રમ નો વિચાર સાંતલપુર તાલુકાના બી.આર.સી પ્રજેશભાઈ પ્રજાપતિ દ્વારા મુકવામાં આવેલ છે. આ કાર્યક્રમ નું આયોજન બીઆરસી ભવન વારાહી દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *