રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
૫૦૦ વર્ષ ના સંઘર્ષ બાધ આજે અયોધ્યામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પૂજનીય સંતો મહંતો હસ્તે અયોધ્યા મા મંદિર નો શિલાન્યાસ થવા જઈ રહયુ છે. અને હિન્દુ સમાજ નુ વર્ષો નુ સપનું શ્રી રામ જન્મ ભુમિ ઉપર રામ મંદિર નુ નિર્માણ સાકાર થઈ રહ્યુ છે ત્યારે માંગરોળ પણ આ દિવસે શ્રીરામ ના રંગે રંગાયુ.
આ ઐતિહાસિક પ્રસંગે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ ના તમામ વિસ્તાર મા શ્રીરામ ભગવાન ના ફોટા સાથે સમસ્ત હિન્દુ સમાજ ના અભિનંદન ના બેનરો લગાડવા મા આવ્યા અને લીમડા ચોક ખાતે જય શ્રી રામ ના નારાઓ અને આતશબાજી કરી ૧૯૯૨ ના સંઘર્ષ મા માંગરોળ થી અયોધ્યા ગયેલા કારસેવકો નુ ફુલહાર અને શાલ પહેરાવી સંમાન કરવા મા આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમસ્ત હિન્દુ સમાજને આ દિવસ ની ઉજવણી કરવા ઘરે જ રહી સહ પરીવાર સાથે શ્રીરામ ભગવાન ની આરતી, રામ ધુન અને ધર આંગણે રંગોળી દિપોત્સવ તથા દુકાનો મા કલરિંગ લાઈટીંગ કરી આ ખુશી ના દિવસ ને દિવાળી ની જેમ સ્વયંભુ ઉજવવાનું આહવાહન કરવામા આવ્યું છે.