રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
જામરાવલ મા ગ્રામ જનો દ્વારા અને જામરાવલ બકાલા માર્કેટમાં રંગોળી દોરી તથા ધજા લગાવી ને અનેરો આનંદ જોવા મળયો હતો
આજે અયોધ્યા થી માંડી ને કન્યા કુમારી સુધી શ્રી રામ ની જન્મભુમિ પર યોજાયેલ ભુમિ પુજન નો આનેરો ઉત્સાહ લોકોમા જોવા મળી રહ્યો છે ત્યારે જામરાવલ ના વેપારીઓ દ્વારા પોતાની દુકાનો તથા સાક બકાલા વાળા ફેરીયાઓએ કેશરી કલરના પોતાની લારી ઓ પર ધજા બાંધી આખા ગામને રામ મય બનાવી દીધુ હતુ ત્યારે ગામ લોકો પણ રામ ના મંદિર ના ભુમિપુજન ને એક દીવાળી ના ત્યોહાર ની જેમ ઉજવણી કરતા જોવા મળ્યા હતા જ્યારે રાવલ ની ધઢ ના દરવાજા પાસે વેપારીઓ રામ નાદ સાથે વેપાર ધંધા કરતા નજરે પડ્યા હતા.
