રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
બગસરામાં બપોર બાદ એક કલાકમાં પડેલા એક ઇંચ વરસાદમાં નદી પરા વિસ્તારમાં એક સ્થળ પર વીજળી ત્રાટકી હતી જેમાં પોતાના ઘરમાં એકલા રહેલા નાનજીભાઈ હરજીભાઈ જોટાણીયા ઉમર વર્ષ ૯૦ પર વીજળી પડી હતી. જેને તાત્કાલિક સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત ઘોષિત કરાયા હતા.
