રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
ઉપલેટા માં ફૂલો ની ખેતી કરતા ખેડૂતો ને એક બાદ એક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક લોકડાઉન ના કારણે ફૂલો ની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે હાલ કોરોનાની મહામારીને કારણે સરકાર ના આદેશ મુજબ અનેક ધાર્મિક સ્થળો પર જવાની મનાઈ છે ત્યારે ફૂલની લેવાલી નથી ધાર્મિક સ્થાનો બંધ હોવાથી ફૂલો વેચાતા નથી. એક વીઘા દીઠ ખેડૂતોએ વાવણી માં ૩૦ થી ૩૫ હજાર રૂપિયા જેટલો ખર્ચ પણ કરી નાખ્યો પરંતુ ઉત્પાદન મા ખર્ચ પણ નીકળે એવી સ્થિતિ નથી ગત વર્ષ ની સરખામણી એ આમ જોઈ એ તો માત્ર ૪૦% જ ભાવ મળી રહ્યા છે ગત વર્ષે એક કિલો ગુલાબના ફૂલ બજારમાં ૧૦૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા હતા તો આ વર્ષ માત્ર ૩૦ રૂપિયા જેટલો નજીવો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. લોક ડાઉને ખેડૂતો ની દશા બગાડી છે છેલ્લા ઘણા વર્ષો થી ફૂલોની ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂતોને આ કોરોનાની મહામારી અને ભારે વરસાદના કારણે ખુબજ મોટું નુકસાન થયું છે.જેના લીધે ખેડૂતો સરકાર સમક્ષ સહાય ની માંગ પોકારી ઉઠયા છે.
