રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ કાર્ય નો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હળવદ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મહા આરતી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૯૯૨ ના કારસેવકો ના વરદ હસ્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી અને મંદિર પરિસર ભગવાન શ્રી રામ ના જયઘોષ થી ગુંજી ઉઠ્યું હતું અને ઢોલ નગારા સાથે ઉત્સાહભેર જય જય શ્રી રામ નાદ થી વાતાવરણ ભગવાન શ્રી રામમય બન્યું હતું ત્યારે આ કાર્યક્રમ માં જિલ્લા સંઘચાલક ડૉ.સી.ટી.પટેલ,પ.પૂ દિપકદાસજી મહારાજ,દિલીપભાઈ સોની,બજરંગદળ ગુજરાત ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર ,પ્રખંડ અધ્યક્ષ ઈશ્વરભાઈ દલવાડી,પ્રકાશભાઈ પનારા ૧૯૯૨ ના કાર સેવક વસંતભાઈ ત્રિવેદી,બીપીનભાઈ દવે સહિત શ્રી રામ ભક્તો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને આજે સંધ્યા સમયે હળવદ ના ગ્રામ દેવતા એવા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.