રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
આજ રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર નુ ભૂમિપૂજન થવા જઈ રહ્યુ છે ત્યારે આજ રોજ દરેક હિન્દુ ભાઈ ઓ ના મુખે ખુશી ની લાગણી છલકાઈ રહી છે અને દરેક ગામમાં આજ રોજ રામ ના નામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે ત્યારે યાત્રા ધામ અંબાજી ખાતે પણ આજ રોજ વિવિધ કાર્યક્રમો યોજાયા છે .
આજ રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર નુ ભૂમિ પૂજન થઈ રહ્યુ છે ત્યારે તેના સંદર્ભે આજ રોજ ગુજરાત ના શક્તીપીઠ અંબાજી મા અભિજીત મૂહુર્તમાં અંબાજીના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અંબાજી મંદિરની યજ્ઞશાળામાં વૈશ્વિક મંગલ યજ્ઞ અને રાજોપચાર પૂજા અર્ચના કરવામાં આવી હતી આ યજ્ઞ મા મુખ્ય યજમાન રુપે અંબાજી મંદિર ના વહીવટદાર ચાવડા સાહેબ શ્રી અને અંબાજી મંદિર ના ભટજી મહારાજ તથા અન્ય કર્મચારી ઓ હાજર રહ્યા હતા આની સાથે જ અંબાજી મંદિર ના બ્રાહ્મણો દ્વારા અંબાજી મંદિર ના ચાચર ચોક માં શ્રી રામ ચરીત્ર ના પાઠ અને હનુમાન ચાલીસા ના પાઠ પણ કરવામાં આવ્યા હતા અને આની સાથે જ અંબાજી થી ત્રણ કીમી ની દુરી પર આવેલ ગબ્બર પર્વત પર અને અંબાજી મંદિર ના ચાચર ચોક મા પણ આજ રોજ સાંજે ૫૧ દીપમાળા પ્રગટાવવામાં આવશે. આની સાથે જ હાલ મા જે કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે તેના માટે અંબાજી મંદિર મા થતા સમગ્ર કાર્યક્રમ ને ઓનલાઈન જોઈ શકાય તે માટે ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.