રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે બપોરે વર્ષો જુનું સ્વપ્ન સાકાર – શહેર ભા.જ.પા. કાર્યાલય રોશનીથી ઝગમગી ઉઠ્યું. સદીઓ અને પેઢીઓથી જેની રાહ જોવાઇ રહી હતી તે સ્વપ્ન આજે સાકાર થવા જઈ રહ્યું છે બરાબર ૧૨/૩૯ કલાકના વિજયી મુહૂર્તમાં હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન રાધવેન્દ્રજીના મંદિરનું ભૂમિ પૂજન હિન્દૂ હૃદય સમ્રાટ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થવાનું છે ત્યારે સમગ્ર દેશ વર્ષાની હેલી સાથે સાથે હર્ષની હેલીએ ચડ્યો છે ત્યારે દેશના કરોડો હિન્દૂઓનું ૫૦૦ વર્ષ જૂનું સ્વપ્ન સાકાર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી જઇ રહયા છે ત્યારે સમગ્ર દેશની સાથે સાથે શહેર ભા.જ.પા.માં પણ હર્ષ, ઉલ્લાસ અને આનંદની લહેર ઉઠી છે. આ શુભ ઘડીને આવકારવા આજે શહેર કાર્યાલય રંગબેરંગી રોશની, ધજા-પતાકા અને દિવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું અને આ મંગલઘડીને શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી, વરિષ્ઠ આગેવાનો પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય ભાઈ જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, સંસદશ્રી ભારતીબેન શિયાળ, મહામંત્રીવનરાજસિંહ ગોહિલ, મહામંત્રી મહેશભાઈ રાવલ, મહામંત્રી રાજુભાઇ બામભણીયા, મેયર મનભા મોરી સહિતના આગેવાનોએ આવકારી હતી અને હર્ષ વ્યક્ત કર્યો હતો.
આ અંગે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે સંઘર્ષની પરાકાષ્ટા, કાનૂની દાવપેચની ચરમસીમા, પેઢીઓની તાલાવેલી, દાયકાઓ નો ઇંતજાર ને અંતે આજે આ શુભઘડી આવી છે સ્વયં ભગવાને તેના માટેનું શુભમુહૂર્ત કાઢ્યું છે જેના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણા સૌના નસીબમાં આવ્યું છે ત્યારે હજારો કારસેવકોના બલિદાનોની વેદી પર હિન્દુના વર્ષોના આંદોલનો બાદ સ્વયંમ રાધવેન્દ્ર સરકારની કૃપા વરસી છે અને આજની આ શુભઘડી આવી છે ૫૦૦ વર્ષની હિન્દુઓની તપ અને તપસ્યા આજે રંગ લાવી છે એક તરફ વર્ષાની હેલી છે ત્યારે સમગ્ર દેશ રામલલ્લાના ભૂમિ પૂજનથી હર્ષની હેલીએ ચડ્યો છે એક તરફ કરોડો હીન્દુઓના આરાધ્યદેવના સ્થાપનનું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે તો બીજી તરફ કાશ્મીરમાં શાંતિ સ્થાપી કલમ ૩૭૦ હટાવી વડાપ્રધાનએ દેશના રાષ્ટ્રવાદી દેશવાસીઓના વર્ષો જુના સપનાઓ સાકાર કર્યા છે ત્યારે આજની મંગલઘડી સમગ્ર દેશ હર્ષની હેલીએ ચડ્યો છે ઘરે ઘરે મીઠાઈઓ વહેંચાય છે, ઘરે ઘરે દીવડાઓ પ્રગટાય છે , મંદિર મંદિર આરતી ઓ કરી ભગવાન રામલલ્લા ને આવકારવામાં આવી રહ્યા છે ત્યારે આ શુભઘડીને આવકારવા શહેર ભા.જ.પા. કાર્યાલયને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે સમગ્ર દેશમાં એક નવા યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ચારે બાજુ હરિયાળા વાતાવરણ વચ્ચે ભાઈચારાની અને સદભાવનની એક નવી મિસાલ સ્થપાઈ રહી છે એક તરફ હિન્દુઓના આરાધ્ય દેવના ભૂમિપૂજન માટે સ્વયં હિન્દૂ હૃદય સામ્રાટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લલાટે આ સૌભાગ્ય સાંપડ્યું છે ત્યારે વડાપ્રધાનશ્રી અને સમગ્ર કેન્દ્ર સરકાર સાથે સાથે મુખ્યમંત્રીશ્રી યોગીજી અને ઉત્તર પ્રદેશ સરકારને પણ હૃદયથી શહેર ભા.જ.પા. અને ભાવેણાની જનતા વતી અભિનંદન પાઠવીએ છીએ આ ઉપરાંત આ ધર્મકાર્ય આંદોલનથી લઈ કારસેવા સુધીની લાંબી લડાઈમાં યોગદાન આપનાર સૌને અભિનંદન અને વંદન કરતા શહેર ભા.જ.પા. હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે.