રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષ નો યુવાનને થોડા દિવસો પેહલા નજીવી બાબત મોબાઇલ ચોરી બાબતે એ ત્રણ શખ્સોએ આશાસ્પદ યુવાન ને લાકડી વડે હુમલો કરતા સારવાર મળે તે પહેલા જ યુવાન નુ મોત નીપજયું હતું ત્યારે મૂતકની માતાએ ત્રણ શખ્સોએ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
હળવદના વેગડવાવ રોડ પર આવેલ નગરપાલિકાના આવાસના મકાનમાં રહેતા લાભુબેન પ્રદિપભાઈ દવેનો ૨૧ વર્ષનો લાલાભાઈ ગોરધનભાઈ સારલા ને હળવદના ભવાની નગર વિસ્તારમાં રહેતો પકો નવલગીરી બાવાજી. રવિ ભુરાભાઈ રબારી અને પંચમુખી વિસ્તારમાં રહેતો અનિલભાઈ જેરામભાઈ કોળી નામના ત્રણ શખ્સોઓ મળીને લાલાભાઈ ને મોબાઇલ ચોરી બાબતે ત્રણ શખ્સોએ લાકડી વડે માર મારતા ગ્મ્ભી રીતે ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે બાદ લાલાભાઈ સારલા તેના તાલુકાના રાપરા ગામે તેના સગા ના ઘેર ગયેલ પરંતુ તબિયત વધુ બગડતા લાલાભાઈ ના સગા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ સારવાર માટે લઈ ગઈ પરંતુ સારવાર મળે તે પહેલા બાવળી ગામે પહોંચતા ત્યાં લાલાભાઇ નું મોત નીપજયું હતું પરંતુ તેના સગા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પીએમ કરવા માટે લઇ ગયેલા પરંતુ ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પી.એમ માટે લઈ ગયા ત્યાર બાદ મંગળવારે મોડી સાંજે મૃતકના લાલાભાઇના માતા લાભુબેન પ્રદીપભાઈ દવેએ હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મારા પુત્ર અને ત્રણ શખ્સોએ લાકડીના વડે હુમલો કરી હત્યા કરેલ છે ત્યારે પોલીસ એ હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ અંગેની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એ દેકાવાડીયા ચલાવી રહ્યા છે.