રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
લાઠી તાલુકા ના ભુરખિયા ખાતે ૭૧મો વન મહોત્સવ સામાજિક વનીકરણ માટે વૃક્ષારોપણ સાથે વૃક્ષ ઉછેરનું મહત્વ દર્શાવતા લાઠી વનીકરણ રેન્જનું સુંદર આયોજન કરાયું હતું. પર્યાવરણ પ્રકૃતિ માટે વૃક્ષના મહત્વ સાથે માર્ગદર્શન આપતા લાઠી વન વિભાગના કર્મચારીઓ ભુરખિયાના સરપંચ જોરુભાઈ ગોહિલ ઉપસરપંચ મગનભાઈ કોટડીયા ભુરખિયા હનુમાનજી મંદિરના નરશીભાઈ ડોડીયા દેવરાજભાઈ સિંધવ વિઠલભાઈ સરધારા કરશનભાઇ સરધારા ગોપાલભાઈ ચુડાસમા ભુરખિયા ના હાલ સુરત રચનાત્મક સંસ્થા યુવા સેતુ ના સ્થાપક સુરેશભાઈ મિયાણી સહિતના યુવાનોની ટીમ ના શ્રમદાન દ્વારા એક હજાર થી વધુ વૃક્ષો રોપી વૃક્ષદેવો ભવ છોડ માં રણછોડ ની હદયસ્પર્શી વૃક્ષારોપણ નહિ પણ વૃક્ષ ઉછેર કરવા પ્રતિજ્ઞા લેવાય ગુજરાત સરકાર ના વનવિભાગ દ્વારા સામાજિક વની કરણ અમરેલી ની કચેરી ના માર્ગદર્શન હેઠળ રેન્જ ઓફિસ લાઠી દ્વારા ૭૧ માં વનમહોત્સવ અંતર્ગત નાના એવા ભુરખિયા ગામે એક હજાર વૃક્ષો રોપી વૃક્ષ ઉછેર માટે સુંદર સમજ સાથે વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય હતી.