રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
બગસરામાં ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર ભરાયા પાણી ત્યારે જો વાત કરવામાં આવે તો બગસરામાં ઘણા દિવસોથી વિરામ બાદ વરસાદ થતા લોકોમાં ગરમીથી રાહત જોવા મળી ત્યારે બીજી બાજુ સમગ્ર બગસરા ગામમાં ઠેર-ઠેર પાણી પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા જાણવા મળતી વિગત અનુસાર બગસરા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જેવા કે જેઠીયાવદર,હડાળા,મુંજીયાસર,ઝાંઝરીયા હામાપૂર આ બધા જ ગ્રામ્ય વિસ્તારોમાં સારોએવો સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળેલ છે અને બગસરા શહેર જળબંબાકાર થતા ક્યાંકને ક્યાંક લોકો ને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે.
જાણવા મળેલી વિગત અનુસાર બગસરામાં ૪.૫ થી ૫ ઇંચ વરસાદ નોંધાયો હતો