રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરાના ચમારડી તેમજ કુવરગઠ,વલારડી સહીતના ગ્રામ્ય પંથકમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. કપાસ અને મગફળીના ઉભા પાક ને વરસાદ ખાસ જરૂર હોય એવા સમયે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી ત્યારે મેઘરાજા ની પધરામણી થતાં ગામની બજારોમાં પાણી પાણી જોવા મળ્યા હતા લાંબા સમયના વિરામ બાદ મેધરાજાની પધરામણી થતાં લોકોએ ભારે બફારાથી રાહત મળી હતી.