રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા તાલુકા ના ચમારડી, વલારડી, ચરખા, કુવરગઢ સહિત ના ગામો માં ભારે વરસાદ
બાબરા તાલુકા માં લાંબા સમય ના વિરામ બાદ મંઘરાજા મહેમાન થયા હતા. બાબરા સહિત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો. બાબરા ના ચમારડી, ચરખા, વલારડી, કુંવરગઢ, સહિત ના ગામો માં ભારે વરસાદ પડ્યો ભારે પવન અને કડાકા સાથે વરસાદ પડ્યો. ભારે પવન ના કારણે વિજળ પણ ગુલ થય ગયેલ હતી. નદીઓ માં ઘોડાપુર આવ્યા હતા. અત્રે ઉલેખનિય છે કે બાબરા ના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષ નો પહેલો સારો વરસાદ પડ્યો છે. સારા વરસાદ ના કારણે ખેડુતો આનંદ માં જોવા મળ્યો હતો.
બાબરા ના ચમારડી ગામે ભારે વરસાદ ના કારણે નદીઓ માં ઘોડાપુર આવ્યા હતા. પુર ના કારણે ચમારડી-ચરખા રોડ બંધ થય ગયેલો હતો. ચરખા રોડ પર આવેલા પુર પર થી જીવ ના જોખમે લોકો પસાર થય રહ્યા હતા. દર વર્ષે પુર ના કારણે આ રોડ બંધ થય જાય છે. ચમારડી ગામે પુર જોવા માટે લોકો ના ટોળા પહોચી ગયા હતા.