રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
સમગ્ર દેશ મા દિવસે ને દિવસે કોરોના વાયરસ નુ સંક્રમણ વધી રહ્યુ છે તેને ધ્યાને લઇ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માંગરોળ દ્વારા રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળા વિતરણ કામનાથ મહાદેવ ના સાનિધ્ય મા આયોજન કરવા મા આવ્યું. સાથેજ સરકાર શ્રી ના ગાઈડ લાઈન પ્રમાણે તમામ શિવ ભક્તો સોસીયલ ડીસ્ટેન નુ અચુક પાલન કરે અને કાયમી માસ્ક પહેરે એવો એક સંદેશો આપતા માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા ના સહયોગથી માસ્ક વિતરણ કરવા મા આવ્યા,ત્યારે બહોળી સંખ્યામાં શિવ ભક્તો એ લાભ લીધો હતો. આ કાર્યક્રમ મા વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જિલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા, વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણી. બજરંગ દળ પ્રમુખ અમિશભાઈ પરમાર, હિતેશ અગ્રવાલ દિપક સોલંકી, ધવલ પરમાર,કમલેશજી,હીરેન સોનીગ્રા તથા અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ખાસ ઉપસ્થિતિ રહયા હતા.