રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું કોવિડ દર્દીઓ ના સગા સાથે કાઉન્સિલિંગની સુવિધા ઉભી કરશે
રાજપીપળા કોવિડ હોસ્પિટલ ની લાલીયાવાડી સામે આવ્યા બાદ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા લોકમાંગ બાદ તંત્ર સફાળું જાગ્યું
હાલ સમગ્ર વિશ્વ માં કોરોનાએ કહેર વરસાવ્યો છે ત્યારે આપણા દેશ માં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે કોરોના સામે ની લડાઈ માટે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલો શરૂ કરાઇ છે ઉપરાંત સામાજિક સંસ્થાઓ પણ પોતાની માલિકીની તેમજ ટ્રસ્ટ ની મિલકતો સંસ્થાઓ માં કોવિડ કેર સેન્ટરો ઉભા કરી લોકોને સેવા આપી રહ્યા છે
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઘણા સમયથી ફરિયાદો ઉઠવા પામી છે કેટલાક દર્દીઓ ને યોગ્ય સારવાર ન મળતા તેઓનું મૃત્યુ થયું હોવાના પરિજનો દ્વારા આક્ષેપો પણ લગાડવામાં આવ્યા છે ઉપરાંત કેટલાક જાગૃત નાગરિકો તેમજ સંસ્થાઓ દ્વારા ઉચ્ચકક્ષાએ કોવિડ હોસ્પિટલમાં બેદરકારી બાબતે રજૂઆતો પણ કરાઈ છે ઉપરાંત દાખલ દર્દીઓ સાથે કાઉન્સિલિંગ તેમજ તેમની સ્થિતિ અંગે યોગ્ય જાણકારી ન મળવાની પણ ફરિયાદો ઊઠી હતી ત્યારે રાજપીપળા કોવિડ હોસ્પિટલ શરૂ થયે ચાર મહિના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને આવતીકાલથી દર્દી ના સાગા સાથે કાઉન્સિલિંગ સુવિધા શરૂ કરાશે.
આ બાબતે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા જણાવ્યું હતું કે દર્દીઓના સાગા માટે કાઉન્સિલિંગની સુવિધા શરૂ કરી રહ્યા છે હેલ્પ ડેસ્ક કંટ્રોલ રૂમ ૨૪ કલાક સુવિધા આપશે દર્દીઓ અને તેમના સગા સાથે વાતચીત કરી શકશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ત્યારે તંત્ર દ્વારા દર્દીઓ ને સારી સુવિધા મળશે તેવી ગુલબાંગો પોકારાઈ હતી પરંતુ કોરોના નું સંક્રમણ વધતા દર્દીઓ દાખલ થયા બાદ કોવિડ હોસ્પિટલની ઘણી ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે હવે કાઉન્સિલિંગ મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકો આશા સેવી રહ્યા છે.