રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેરડીવદર ગામના આર્મી મેન અજુણસિહ ગોહિલ ૧૭ વર્ષ દેશની સેવા આપી ને પોતાના વતન ફર્યા હતા ત્યારે ગામ લોકો અને આજુબાજુના ગામના લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું ભૈરવનાથ મંદિર પાલીતાણા ડાયમંડ ગ્રપ પાલીતાણા વેપારી મહામંડળ પાલીતાણા યુવા કેરીયર એકેડેમી પાલીતાણા દ્વારા પાલીતાણા મા સન્માન કર્યું હતું શેરડીવદર ગામનું નામ રોશન કર્યું હતું બાઈક રેલી અને ફોરવહીલ રેલી યોજી હતી પાલીતાણા થી શેરડીવદર સુધી ૩૦ કિલોમીટર સુધી ના દરેક ગામમાં સન્માન કરવામાં આવ્યુ હતું. કોરોના વાયરસની મહામારી ને ધ્યાનમા લયને સોસિયલ ડિસ્ટન્સ જાળવીને આયોજન કર્યું હતું. શેરડીવદર ગામમાં લાઈબ્રેરી નુ આર્મી મેન અર્જુનસિહ ગોહિલ ના હાથે ઓપનિગ કર્યું હતું તેમજ વુક્ષો રોપાણાનું આયોજન કર્યું હતું.
ગામના દરેક મંદિર મા આશિર્વાદ લીધા હતા અને પત્રકાર વિક્રમ સાંખટ. વજુભાઈ બારૈયા(ખારી) . લાલજીભાઈ બારૈયા. જસમતસિહ ગોહિલ. બળવંતસિહ ગોહિલ. મનુભાઈ બારૈયા (ખારી) દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું અને ખોડીયાર ના મંદિરે લાપસી નુ આયોજન કરવામાં આવ્યુ હતું દરેક ગામ લોકો અને આજુબાજુના ગામના લોકો દ્વારા માતાજી ની પ્રસાદી લીધી હતી.