રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
માછીમારો દરિયા કિનારે પૂજા અર્ચના કરવા પહોંચ્યા. કોરોનાનાં કારણે એક સાથે નીકળતી શોભા યાત્રા બંધ રહી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે અલગ-અલગ રીતે દરિયા કિનારે પહોંચી દરિયા પૂજન કરાયું.. રક્ષાબંધનન પવિત્ર દિવસ અને નાળિયેરી પૂનમનું હોય છે વિશેષ મહત્વ. આ દિવસનો માછીમારો માટે વિશેષ મહત્વ હોય છે. દરિયાદેવની પૂજા અર્ચના કર્યા બાદ માછીમારી કરવા નીકળતા હોય છે. બહેનો દ્વારા પોતાના પરિવારના માછીમારી કરવા જતાં પરિવારજનને દરિયાદેવ ૧૨ માસ સુધી સહી સલામત રાખે તેવી પ્રાર્થના કરે છે..