ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 54 નો વધારો થયો છે. જોકે, 1 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ગયા છે. તે સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 432 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત 1 અને ભાવનગરમાં 1 નવા કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે તો, 33 લોકો સાજા થયા છે. આજે આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં આરોગ્ય વિભાગ દ્વારા 1,593 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 1, 187 કેસ નેગેટિવ આવ્યા છે.