રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વોરિયર્સ નસવાડી પોલીસ સ્ટાફને પોતાની ફરજ દરમિયાન રજા મળતી નથી જેને લઇને કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ સ્ટાફને પોતાની બહેન ભાઈ ને રાખડી બાંધી શકતી નથી જ્યારે નસવાડી નગરની બહેનો દ્વારા નસવાડી પોલીસ સ્ટેશનમાં જઇ પોલીસ સ્ટાફ તેમજ પી.એસ.આઇ સી ડી પટેલ ને રાખડી બાંધી તેમનું સન્માન કરવામાં આવ્યું જ્યારે નસવાડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ તેમજ પોલીસ સ્ટાફે બહેનોને ગિફ્ટમાં માસ્ક અને સેનેટાઈઝર આપ્યું હતું જેથી બહેનોને કોરોના વાયરસથી બચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.