રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણ માસમાં લોક મેળાઓ યોજાતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના ના પગલે સરકાર ની ગાઈડલાઇન મુજબ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકમેળા બંધ રાખવાનો નિર્ણય . મોરબી જિલ્લા કલેક્ટર કર્યો હતો ત્યારે સરકારની ગાઇડ મુજબ હળવદમાં વર્ષોથી યોજાતો શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્ષાબંધન નો લોક મેળો દર વર્ષેએ આલોક મેળો ભરાય છે પરંતુ આવષેએ કોરોના મહામારી અને મોરબી જિલ્લા અને હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ વધતા જાય છે ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સરકાર ની ગાઈડલાઈન મુજબ લોક મેળો બંધ રાખ્યો હતો પરંતુ મંદિરમાં ટ્રસ્ટીઓ દ્વારા સોશિયલ ડિસ્કસ જાળવીને શિવભક્તોના માટે દર્શનનાથી મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.