નર્મદા: રાજપીપળા કોવીડ -૧૯ હોસ્પીટલના ડો.મેણાતની નિષ્કાળજીને કારણે મોત નિપજ્યાના અતિ ગંભીર આક્ષેપ.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લાની રાજપીપળા સ્થિત એકમાત્ર કોવીડ આઈસોલેશન હોસ્પીટલમાં દર્દીઓ પુરતી સારવાર ના અભાવે ટપોટપ મોતને ભેટી રહ્યાં છે, લાખો કરોડો ના ખર્ચે ઉભી કરવામા આવેલી હોસ્પીટલ અને તેની સિસ્ટમ અને ડોક્ટરો સહીત નર્સિંગ સ્ટાફ સામે દર્દીઓ અને તેમનાં સગાં ઓ ના ગંભીર આક્ષેપો ની હારમાળા સર્જાઈ છે.

ડેડીયાપાડા તાલુકા ના ખોખરા ઉમર ગામ ના અંકીતભાઈ નટવરભાઈ પટેલે મુખ્યમંત્રી સહીત નર્મદા જીલ્લા ના તમામ પ્રથમ શ્રેણી ના અધિકારીઓ ને લેખિત ફરીયાદ કરી કોવીડ હોસ્પીટલ ના ડો.મેણાત ની ગંભીર બેદરકારી સહીત જરુરી સારવાર ના અભાવ અને નિષ્કાળજી ને પોતાના પિતા ના અકાળ મૃત્યુ નુ કારણ બતાવી ને તેમની સામે સારવાર મા ગંભીર બેદરકારી નો આક્ષેપ કરી પોલીસ એફ.આઈ.આર કરી તપાસ ની માંગણી કરી છે.

બનાવ ની હકીકત તપાસ તા માલુમ પડે છે કે ગત તા.૨૪/૦૭/૨૦૨૦ ના રોજ ડેડીયાપાડા તાલુકા ના ખોખરાઉમર ગામ ના વતની નટવરભાઈ છગનભાઈ પટેલ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને રાજપીપળાની કોવીડ હોસ્પીટલમાં લાવી ને દાખલ કરવામાં આવ્યાં હતાં, અને અન્ય પરિવારજનોને કોરોંટાઈન કરવામા આવ્યા હતા, અને ટેસ્ટ કરવામા આવતાં, પુત્ર અંકીત નો રિપોર્ટ નેગેટીવ અને પુત્ર વધુ અવનીબેન નો પોઝિટિવ આવતાં બંન્ને ને રાજપીપળા ની કોવીડ હોસ્પીટલમાં સારવાર માટે લાવી દાખલ કરવામા આવ્યા હતા અને તા.૨૭ જુલાઈ ના રોજ અંકીતપટેલ ને પણ તમારો રિપોર્ટ પોઝીટીવ છે તેમ જણાવ્યું હતું પણ કોઈ રિપોર્ટ બતાવવામાં આવ્યો ન હતો કે લક્ષણો પણ નહોતા.

એજ દિવસે તા.૨૭ જુલાઈ ના રોજ અંકીતપટેલ ના મોબાઈલ ઉપર ડો.મેણાતે ફોન કરી તેમનાં પિતાની તબિયત સારી ન હોવાનુ કહી અન્યત્ર લઈ જવા કહ્યું હતું જેના જવાબ મા અંકીત પટેલે જણાવ્યું હતું કે હું અને મારી પત્ની પોતે અહીયાં સારવારમાં છીએ અમે કેવી રીતે લઈ જઈએ? આપ કંઈક વ્યવસ્થા કરો, ત્યાર બાદ બે દિવસ પછી ફરીથી ડો.મેણાતે પિતાને અન્યત્ર લઈ જવા જણાવ્યું હતું, પણ સારવાર અને સ્થિતિ બાબત નુ કંઈ ફોડ પાડ્યું નહોતું, અને પછી રાત્રે નટવરભાઈ ના મૃત્યુ ના સમાચાર આવતાં પરિવારજનો આઘાત મા સરી પડ્યા હતાં. આમ ભેદભરમ અને રહસ્યમયી સારવાર ની ભેદી નિતિ તથા દર્દી ને કયા પ્રકાર ની સારવાર આપવામા આવી રહી છે, શું સ્થિતિ છે, અને વધુ કઈ સારવાર ની જરુર છે તેવા સ્પષ્ટ અને ચોખ્ખા માર્ગદર્શન અને પુરતી સારવાર ને અભાવ ને કારણે મૌત નિપજ્યા ના અતિગંભીર આક્ષેપો શાથે રાજપીપળા ની કોવીડ હોસ્પીટલ ના ફીજીશયન ડો.મેણાત સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ થતાંજ જિલ્લા આરોગ્ય તંત્ર અને દાખલ દર્દીઓ ના જીવ તાળવે ચોંટી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *