રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
જૂનાગઢ જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસ જી.વી.કે ઈ.એમ.આર.આઈ એન્ડ જિલ્લા આરોગ્ય વહીવટીતંત્રના નેજા હેઠળ ચાલી રહેલી ૧૦૮ સ્ટાફ રાત-દિવસ જોયા વગર કોરોના વાયરસ એટલે કે વૈશ્વિક મહામારીની કપરી પરિસ્થિતિમાં લોકોની સેવા કરી રહ્યા છે પોતાના પરિવારની પરવાહ કર્યા વગર કોરોના વોરીયર્સની ભુમીકા નિભાવી રહયાછે જેમાં માંગરોળ તાલુકાના લોએજ ગામના વતની ભરત નંદાણિયા ૧૦૮ માં માંગરોળ કેશોદ સહીતના શહેરમાં પાયલોટ તરીકે તથા હાલમાં કોરોના મહામારીમાં છેલ્લામા ત્રણ માસથી જુનાગઢ જિલ્લા ની કામગીરીની નોંધ લેવાઈ રહી છે પાઇલોટ ભરત નંદાણીયા, ઈ.એમ.ટી દિવ્યા ગોસાઈ તેમની નોંધપાત્ર કામગીરીને જિલ્લા અધિકારી વિસ્તૃત જોશી સાહેબના વરદ હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલછે જે બદલ ભરતભાઈ નંદાણીયાને તેમના અન્ય સ્ટાફ મિત્ર વર્ગ તરફથી કોરોના વોરીયર્સ તરીકે શુભેેચ્છા પાઠવી રહયા છે.