અમરેલી: બગસરા શહેરમાં આખા દિવસના ઉઘાડ બાદ એકા એક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો.

Amreli
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા

બગસરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા.

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આખા દિવસના ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં પણ વરસાદની મોજ માણતા નાના ભૂલકાઓ જોવા મળ્યા સતત વરસાદી માહોલ થી ખેડૂતોમાં પણ ક્યાંક કંઈક ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે બગસરા સહિત હડાળા માવજીંજવા બાલાપુર મોટા મુંજીયાસર હળીયાદ ઘંટીયાણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા હતાં હાલ ખેતીમાં વાવેતર કર્યું છે તેવા સમયે સતત વરસાદી માહોલ થી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી જશે ખેડૂતોને હાલ તલ બાજરી કપાસ મગફળી સહિત વિવિધ પાકોનું વાવેતર કર્યું છે તેવા સમયે વરસાદ પડતા સોના જેવો વરસાદથી ખેતી પાકને પણ વ્યાપક ફાયદો થશે ગણેશ સમયના વિરામબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. બગસરા શહેરના ગોંડલીયા ચોક કુકાવાવ નાકા શાકમાર્કેટ જેવા વિવિધ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *