રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
રાધનપુરમાં અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી લો કોલેજમાં ફી વધારો કરવામાં આવતા વિધાર્થી ઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં કોલેજ પ્રશાસન દ્વારા વધારવામાં આવેલ ફી નો નિર્ણય અયોગ્ય હોવાનો અને ફી વધારા ના નિર્ણય થી વિધાર્થી અને વાલીઓને પડતાં પર પાટું સમાન હોવાનું એબિવિપીના કાર્યકરોએ જણાવ્યું હતું. લો કોલેજમાં ફી વધારો નિર્ણય પરત લેવા અગાઉ કોલેજ પ્રશાસનને વિધાર્થીઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.પરંતુ કોલેજ પ્રશાસન દ્વારા ફી વધારાનો નિર્ણય પાછો ના લેવામાં આવ્યો ના હતો જેના લઈને વિધાર્થીના હિતને ધ્યાનમાં રાખીને ફી ઘટાડવાના મુદ્દે એબી વિપી ના કાર્યકરો કોલેજમાં આમરણાંત ઉપવાસ બેઠા હતા. કોલેજ પ્રશાસન વિધાર્થીઓના હીત બાબતે વિચાર કરું ના હોવાનું અને વિધાર્થી ઓની રજૂઆત બાબતે કોઈજ નિર્ણય કોલેજ પ્રશાસન દ્વારા લેવામાં ના આવતા ગાંધીચિંધ્યા માર્ગ અપનાવ્યો હોવાનું એ.બી.વી.પીના કાર્યકરોએ જણાવ્યું હતું.