રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
એકબાજુ ખરીફ પાકને બચાવવા કેનાલના પાણીની તાતી જરૂર છે.ત્યારે બીજીબાજુ તે જ કેનાલનું પાણી ખરીફ પાક પર ફરીવળતા પાકને નુકશાન થઇ રહ્યું છે.સમી તાલુકાના નાના જોરાવરપુરા ગામની માયનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરીવળતા એરંડા પાકમાં પાણી ઘુસ્યા છે જેને લઈને નુક્શાનની સ્થિતિ ઉભી થઇ છે ..
આમ તો પાટણ જિલ્લામાં ખરીફ વાવેતર માટે જરૂરી વરસાદ હજુ થયો નથી અને હવે નર્મદા કેનાલ પર ખેડૂતોની આશા બંધાઈ છે.કેનાલનું પાણી જ ખરીફ વાવેતર બચાવી શકે તેવી સ્થિતિ હાલમાં અંતરિયાળ વિસ્તારમાં સર્જાઈ છે. ત્યારે નર્મદા વિભાગ દ્વારા પણ ખરીફ પાકને ધ્યાને લઈને કેનાલમાં પાણી છોડ્યું છે. પરંતુ કેનાલમાં છોડેલું પાણી ઓવરફ્લો થતા કેનાલનું પાણી એરંડાના પાક પર ફરીવળ્યું છે જેને લઈને એરંડાના પાકમાં નુકશાનીની શક્યતા ઉભી થઇ છે.
હાલમાં પાટણ જિલ્લાના સરહદી અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને ખરીફ પાક માટે વરસાદ નહિ થતાં કેનાલના પાણી પર આશા બંધાઈ છે.પરંતુ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં સફાઈ કે સમારકામની કામગીરી કર્યા વિના જ પાણી છોડવામાં આવતા કેનાલ ક્યાંક ગાબડાં પડી જાય છે તો ક્યાંક કેનાલમાં કચરો કે બાવળ ઉગતા કેનાલ ઓરવફલો થઇ જાય છે અને કેનાલનું પાણી ખેતરમાં રહેલ પાક પર ફરી વળે છે જેને લઈને ખેડૂતને વારંવાર નુકશાન સહન કરવું પડે છે.ખેડૂતોને રજૂઆતો બાદ પણ નર્મદા વિભાગ કેનાલની સમારકામ કે સફાઈકામ સમયસર ન કરતા કેનાલ કઠણાઈ બને છે અને ખેડૂતોને પારાવાર નુકશાનીમાં મૂકે છે.